સપ્ટેમ્બર 18, 2026 9:11 એ એમ (AM)

printer

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને ૧,૪૧૦ થયો – જ્યારે ૬,૧૪૫ લોકો હજુ પણ ગુમ

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને ૧,૪૧૦ થઈ ગયો છે, જ્યારે ૬,૧૪૫ લોકો ગુમ છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ અને  રાહત  કામગીરી પૂર જોશમાં ચાલુ છે.

નેપાળના રાષ્ટ્રીય આપત્તિ સત્તામંડળ અનુસાર, ચિતવાનમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. આ દુર્ઘટનાથી હજારો લોકો વિસ્થાપિત થયા છે, જેમાં અત્યાર સુધીમાં ૧૩,૭૫૬ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

તાજેતરના આંકડા દર્શાવે છે કે મૃતકોની ઓળખ કરવા અને ગુમ થયેલા લોકોને શોધવા માટે ૧,૨૮૬ ડીએનએ DNA નમૂના લેવામાં આવ્યા છે.

દરમિયાન, ૨૭ સેન્ટરોમાં વિસ્થાપિત લોકોને આશ્રય આપી રહ્યા છે, જેમાં નુવાકોટમાં ૮૩૨, રાસુવામાં ૮૧૭ અને ધાડિંગમાં ૯૪ લોકોનો સમાવેશ થાય છે.