સપ્ટેમ્બર 2, 2026 11:14 એ એમ (AM)

printer

નેપાળમાં પૂર હોનારતમાં અત્યાર સુધી 1068 મૃતદેહો મળ્યા – ચાર હજાર લોકો હજુ પણ ગુમ

નેપાળમાં પૂર હોનારતમાં મૃત્યુઆંક વધીને એક હજારથી વધુ થયો છે. જ્યારે ચાર હજાર લોકો હજુ પણ ગુમ છે.

નેપાળ પોલીસ જણાવ્યું કે, ગઈકાલ સાંજ સુધીમાં એક હજાર 68 મૃતદેહો મળી આવ્યા છે, 583 વિદેશીઓ સહિત ચાર હજાર 606 લોકો હજુ પણ ગુમ છે, ઘણા મૃતદેહો આંશિક રીતે સડી ગયા હોવાથી ઓળખ પ્રક્રિયા મુશ્કેલ બની છે.  

ઓળખના પ્રયાસોમાં મદદ કરવા માટે અધિકારીઓ મૃતદેહોમાંથી ડીએનએ નમૂના એકત્રિત કરી રહ્યા છે. ફોરેન્સિક નિષ્ણાતો સાથે મળીને 19 સભ્યોની ભારતીય ફોરેન્સિક ટીમે ડીએનએ નમૂનાઓનું વિશ્લેષણ શરૂ કરી દીધું છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, ટીમે કાઠમંડુ ખીણના ખુમલતાર વિસ્તારમાં નેપાળ પોલીસ સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં વિશ્લેષણ શરૂ કર્યું હતું.

ભારતીય નિષ્ણાતો ડીએનએ નમૂનાઓની પ્રક્રિયા ઝડપી બનાવવા અને પીડિતો અને ગુમ થયેલા વ્યક્તિઓને ઓળખવામાં મદદ કરવા માટે તેમના સમકક્ષો સાથે કામ કરી રહ્યા છે.