સપ્ટેમ્બર 2, 2026 2:07 પી એમ(PM)

printer

નેપાળ પૂર હોનારતમાં અત્યાર સુધીમાં એક હજાર 114 મૃતદેહો મળ્યા – ભારતીય બચાવ દળ નેપાળ પહોંચ્યું

નેપાળમાં આવેલા વિનાશક પૂરનો મૃત્યુઆંક 1 હજાર 110ની ઉપર પહોંચી ગયો છે. નેપાળના રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને વ્યવસ્થાપન સત્તામંડળ અનુસાર, ગયા અઠવાડિયાના ભયંકર પૂરમાં તણાયેલા 1 હજાર 114 જેટલા મૃતદેહો આજ સુધીમાં મળી આવ્યા છે. દક્ષિણ ચિતવાન જિલ્લામાં સૌથી વધુ મૃતદેહો મળી આવ્યા છે. અત્યાર સુધીમાં 95 મૃતદેહોની ઓળખ થઇ  છે અને તેમને તેમના સંબંધીઓને સોંપવામાં આવ્યા છે.

સરકારી કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિદેશી નાગરિકો, વિદેશી પ્રવાસીઓ સાથે આવેલા સ્થાનિકો, સ્થાનિક રહેવાસીઓ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાં કાર્યરત કામદારો સહિત લગભગ ચાર હજાર લોકો સંપર્ક વિહોણા છે. બચાવ પ્રયાસોનું ધાર્યુ પરિણામ આવી રહ્યુ નથી.