સપ્ટેમ્બર 19, 2026 7:43 પી એમ(PM)

printer

નેપાળના નાણા મંત્રી ડૉ. સ્વર્ણિમ વાગલે જણાવ્યું છે કે ભારત અને નેપાળ પાસે પોતાની ભાગીદારીને નવું રૂપ આપવાની તક છે

નેપાળના નાણા મંત્રી ડૉ. સ્વર્ણિમ વાગલે જણાવ્યું છે કે ભારત અને નેપાળ પાસે વર્તમાન મજબૂત સંબંધોના આધારે પોતાની ભાગીદારીને નવું રૂપ આપવાની તક છે. આજે નવી દિલ્હીમાં ‘બદલાતા વૈશ્વિક પરિપેક્ષમાં ભારત-નેપાળ સંબંધો પર નવેસરથી વિચાર’ – વિષય પર આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ડૉ. વાગલેએ સંપર્ક સુવિધા અને આર્થિક સહયોગને મજબૂત કરવા તથા બંને દેશો ભેગા મળીને પ્રાપ્ત કરી શકાતી મોટી સંભાવનાઓને સાકાર કરવા પર ભાર મૂક્યો હતો. આકાશવાણી સમાચાર સાથેની ખાસ વાતચીતમાં નેપાળના નાણા મંત્રીએ આપત્તિની આગોતરી ચેતવણી આપતી પદ્ધતિ અને મજબૂત મૂળભૂત માળખા સહિત આબોહવા સંબંધિત જોખમોને ઘટાડવા માટે આપત્તિ-પૂર્વ રોકાણની તાત્કાલિક જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

ડૉ. વાગલે નેપાળમાં તાજેતરમાં આવેલા પૂર બાદ ભારત તરફથી મળેલી ઝડપી રાહત અને બચાવ સહાયની પણ પ્રશંસા કરી હતી.