ઓક્ટોબર 18, 2026 11:14 એ એમ (AM)

printer

આજે અષ્ટમી નિમિત્તે મંદિરોમાં હોમ હવન અને વિશેષ પૂજા

નવરાત્રીનો આજે આઠમો દિવસ છે. આજે અષ્ટમી નિમિત્તે દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના અંતિમ દિવસોમાં રાજયભરના ખેલૈયાઓ ઉત્સાહપૂર્વક ગરબે ઝૂમી રહ્યા છે. આજના દિવસે વિવિધ મંદિરોમાં હોમ હવન અને વિશેષ પૂજાના આયોજન કરાયું છે.

 દરમિયાન જામનગરમાં આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. દિવ્યાંગ ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબે ઘૂમી નવરાત્રિની ઉજવણી કરી. જામનગરમાં રિલાયન્સ દ્વારા 6 હજારથી વધુ કન્યાઓને નવરાત્રી નિમિત્તે લહાણી અર્પણ કરવામાં આવી.

નવરાત્રિ પર્વ દરમિયાન ભાવનગર શહેરમાં પૌરાણિક ગરબી અને ભવાઈની પરંપરા જળવાઈ રહી છે. જેમાં ભજવતા વિવિધ પૌરાણિક નાટકોની પરંપરાગત પ્રસ્તુતિઓ નિહાળવા નાના બાળકો, યુવાનો, મહિલાઓ અને વયોવૃદ્ધો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.