ઓક્ટોબર 17, 2026 4:17 પી એમ(PM)

printer

રાજયભરમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી

રાજયભરમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. દરમિયાન ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી દર્શના વાઘેલા ગઈકાલે ગાંધીનગરમાં કેસરિયા ગરબામાં સાંસ્કૃતિક ઉત્સવમાં સહભાગી થયા હતા.

ભરૂચમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવવા રોડ સેફ્ટી નવરાત્રિ અભિયાન હાથ ધરાયું. પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી – RTO દ્વારા નવરાત્રિ દરમિયાન શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત RTOના અધિકારીઓ અને કર્મચારીઓ ખેલૈયાઓ અને દર્શકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કરી રહ્યા છે.

તો, જામનગરમાં એક ગરબા મંડળ દ્વારા ગત 66 વર્ષ જૂની ધાર્મિક અને ઐતિહાસિક પાત્ર પર આધારિત દાંડિયા રાસની પરંપરા આજે પણ ઉજવવામાં આવી રહી છે.

 તો, મોરબીમાં વર્ષ 1982-83થી યોજાતી પ્રાચીન શક્તિચોક ગરબીએ અનેરું આકર્ષણ જમાવ્યું. આ વખતે પહેલી વાર અહીં થયનમ રાસ રજૂ કરાયો. તેને જોવા મોરબી સહિતના આસપાસના લોકો આવ્યા હતા.

અમદાવાદનાં નગરદેવી ભદ્રકાળી મંદિરમાં નવરાત્રિના સાતમા દિવસે આજે સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.