આદિજાતિ બાબતોનું મંત્રાલય આજથી બુધવાર સુધી કર્ણાટકના મૈસુરમાં આદિવાસી ભાષાઓ અને સંગ્રહાલયો પર ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરશે. આ સંમેલનમા આદિવાસી ભાષાઓના દસ્તાવેજીકરણ, સંરક્ષણ અને પુનરુત્થાન પર રાષ્ટ્રીય સંવાદ કરવામા આવશે. આ કાર્યક્રમ દેશભરના આદિવાસી સંગ્રહાલયો અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયોને મજબૂત બનાવશે. આ સંમેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઇકે કરશે.
ઉદ્ઘાટન સત્રમાં આદિવાસી ભાષાઓમાં કર્ણાટક પ્રાઇમર્સનું પ્રકાશન, આદિજાતિ બાબતોના મંત્રાલય અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેંગ્વેજીસ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થશે. આ સંમેલનમાં ચેટબોટનું લોન્ચિંગ અને આદિ વાણી પ્લેટફોર્મ માટે એક મુખ્ય અપડેટ – તેની નવી iOS એપ્લિકેશન અને પ્લેટફોર્મ પર પાંચ નવી ભાષાઓ અને બહુવિધ નવી સુવિધાઓનો ઉમેરો જોવા મળશે.