સપ્ટેમ્બર 18, 2026 9:09 એ એમ (AM)

printer

અમદાવાદના નારોલ પોલીસે માદક દ્રવ્યોના ઉપયોગ માટે બનાવાયેલ કફ સિરપની 1 હજારથી વધુ બોટલ જપ્ત કરી

અમદાવાદના નારોલ પોલીસે કથિત રીતે માદક દ્રવ્યોના ઉપયોગ માટે બનાવાયેલ કફ સિરપની 1 હજાર 798 બોટલ જપ્ત કરી, NDPS એક્ટ હેઠળ બે આરોપીઓની ધરપકડ કરી, અને ₹26.15 લાખની કિંમતની ગેરકાયદેસર અને અન્ય વસ્તુઓ જપ્ત કરી હોવાનું, સહાયક પોલીસ કમિશનર વાય. એ. ગોહિલે જણાવ્યું હતું.

નરોડા પોલીસને બાતમી મળી હતી કે, એક કાળા રંગની સ્કોર્પિયો કારમાં કફ સિરપનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્કોર્પિયો કારને રોકી તપાસ કરતાં તેમાં કેડી ફોસ ટી નામના કફ સિરપની આશરે ૧,૭૯૮ બોટલો મળી આવી હતી. આ કફ સિરપની કુલ કિંમત ૨૧ લાખ ૧૫ હજાર રૂપિયા જેટલી છે. અન્ય મુદ્દામાલ સહિત પોલીસે કુલ ૨૬ લાખ ૭૫ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.