સપ્ટેમ્બર 18, 2026 9:52 એ એમ (AM)

printer

અશિયન ગેમ્સ 2026માં આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ યજમાન જાપાન સામે રમશે

એશિયન ગેમ્સ 2026માં આજે હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ, આઈચીમાં યજમાન જાપાન સામે ક્વાર્ટર ફાઇનલમાં રમશે. ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગ્યે શરૂ થશે.

 આ મેચ ભારતીય અને જાપાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચેનો પ્રથમ મુકાબલો પણ હશે. એશિયન ગેમ્સમાં જય મીના, અનિકેત પટેલ, યોગેશ ચૌધરી, આર્યન ઠાકુર અને ઓમ યાદવની પુરુષોની સોફ્ટ ટેનિસ ટીમ તેના પ્રારંભિક ગ્રુપ C અભિયાનની શરૂઆત કરશે.

ટેકબોલમાં, ક્વિમ્સી જોઆકિમ ડિસોઝા તેના મહિલા સિંગલ્સ અભિયાનની શરૂઆત કરશે. મિક્સ ડબલ્સની ક્વાર્ટર-ફાઇનલ રિપેચેજ યોજાશે, જેમાં ભારતની ભાગીદારી ક્વોલિફિકેશનને આધીન રહેશે.