સપ્ટેમ્બર 18, 2026 8:58 એ એમ (AM)

printer

આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી

આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વાવાઝોડાની ચેતવણી અપાઈ છે.

રાજ્યમાં પહેલી જૂનથી 17 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર રાજ્યમાં 612 મિલીમીટર જેટલો વરસાદ થતા ગયા વર્ષની સરખામણીએ નવ ટકા ઓછો વરસાદ થયો હોવાનું હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.

અમદાવાદના વાતાવરણમાં ગઇકાલે મોડી સાંજે પલટો આવતા અનેક વિસ્તારમાં દોઢ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. હજુ આગામી ચાર દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.