પુરુષ ક્રિકેટમાં,ભારતે અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T–20 આંતરરાષ્ટ્રીય શ્રેણી 3-0 થી જીતી. ગઈકાલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી હરાવ્યું.
પ્રથમ બેટિંગ કરતા, ભારતે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 221 રન બનાવ્યા. જેમાં અભિષેક શર્માએ 34 બોલમાં 108 રન, જ્યારે સંજુ સેમસને 50 રન બનાવ્યા. જવાબમાં, અફઘાનિસ્તાન 14 ઓવર અને એક બોલમાં 94 રનમાં ઓલઆઉટ થયું. ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડી અને રવિ બિશ્નોઈએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી. ભારત તરફથી અભિષેક શર્માને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા. T20 ક્રિકેટમાં 100 કે તેથી વધુ રનના માર્જિનથી ભારતની આ દસમી જીત છે.