પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્વિત્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ગાય પાર્મેલિન આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજશે. રાષ્ટ્રપતિ પાર્મેલિન વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પાર્મેલિન વેપાર અને રોકાણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન, ગતિશીલતા, સંસ્કૃતિ તેમજ પરસ્પર લોકસંપર્ક સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરશે.
બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક પ્રવાહો તેમજ બહુપક્ષીય મંચો પર પરસ્પર સહયોગ અંગે પણ વિચારોનું આદાન-પ્રદાન કરશે. રાષ્ટ્રપતિ પાર્મેલિન આજે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે.