એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે યોજાયેલી માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા આયોજીત બે દિવસિય ચિંતન શિબિરનું આજે સમાપન થશે. આ ચિંતનશિબિરના ગઇકાલના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજમાર્ગની ગુણવત્તા સુધારવા અને બાંધકામ તેમજ જાળવણી ખર્ચ ઘટાડવા નવી ટેક્નોલૉજી, બાંધકામ પદ્ધતિઓ અને ખર્ચ-અસરકારક સામગ્રીને વ્યાપકપણે અપનાવવા હાકલ કરી.
નર્મદામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે “ગતિશક્તિથી પ્રગતિ”ના વિષય હેઠળ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની બે દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા શ્રી ગડકરીએ કહ્યું, આ શિબિરમાં ભવિષ્ય માટે સજ્જ રાજમાર્ગ માળખાકીય સુવિધા માટે કાર્યસૂચિ નક્કી કરવામાં આવી.