ઓક્ટોબર 6, 2026 10:43 એ એમ (AM)

printer

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉત્તર-પ્રદેશના કાશીથી શરૂ થયેલી બાઈક યાત્રા અરવલ્લી જિલ્લામાં પહોંચી

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉત્તર પ્રદેશના કાશીથી શરૂ થયેલી બાઈક યાત્રા અરવલ્લી જિલ્લામાં પહોંચી હતી. આ યાત્રા પહેલા માલપુર તાલુકાથી અરવલ્લી જિલ્લામાં પ્રવેશી હતી, જ્યાં રાજ્યકક્ષાના મંત્રી પી.સી બરંડા, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 25 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા લોક ઉપયોગી કામ અને યોજનાઓને લઈને આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ યાત્રામાં આગેવાન તરીકે પહોંચેલા ઉત્તર પ્રદેશના આગ્રા યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે જાણકારી આપી હતી.