ઓક્ટોબર 6, 2026 11:06 એ એમ (AM)

printer

જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાનું ઉત્તમ માધ્યમ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું ઉત્તમ માધ્યમ જેમ્સ એન્ડ જ્વેલરીનું સેક્ટર છે. સુરત ખાતે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની સંસ્થા જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ – GJEPC  દ્વારા શરૂ કરાયેલ ઉન્નતિ પહેલનો આરંભ કરતાં તેમણે મહિલાઓમાં રહેલા અપાર કૌશલ્યને બિરદાવ્યુ હતું. તેમજ આ ક્ષેત્રમાં વધુને વધુ મહિલાઓ પદાર્પણ કરે તેવી અપીલ કરી હતી.

આ પ્રસંગે મહિલા સશક્તિકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કંપનીઓ અને પ્રતિભાશાળી મહિલાઓને ‘ઇનોગ્યુરલ ઉન્નતિ એવોર્ડ્સ’ એનાયત કરવામાં આવ્યા હતા.