ઓક્ટોબર 6, 2026 10:43 એ એમ (AM)

printer

લખનૌ ખાતે આજની મેચ સાથે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની T-20 ક્રિકેટ શ્રેણીનો આરંભ

પુરુષ ક્રિકેટમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીનો પહેલો મુકાબલો આજે લખનૌમાં રમાશે. આ મેચ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યે શરૂ થશે. 2026 એશિયન ગેમ્સની ભારતીય ટીમમાંથી 10 ખેલાડીઓની શ્રેણી માટે પસંદગી કરવામાં આવી છે. અન્ય ત્રણ ખેલાડીઓ પણ ટી-20 ટીમનો ભાગ છે.

બીજી તરફ, વેસ્ટ ઇન્ડીઝે શ્રેણી માટે T20 ટીમમાં શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ અને રોમારિયો શેફર્ડ જેવા ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. શ્રેણીની આગામી ચાર મેચ 9, 11, 14 અને 17 ઓક્ટોબરે રાંચી, ઇન્દોર, હૈદરાબાદ અને બેંગલુરુમાં રમાશે.