પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બેલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી વેવર આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. બંને નેતાઓ ભારત અને બેલ્જિયમ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર વ્યાપ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
બેલ્જિયમના પ્રધાનમંત્રી ગઈકાલે રાત્રે ભારતની ત્રણ દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી ડી વેવરની સાથે બેલ્જિયમના સંરક્ષણ મંત્રી પણ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પદ સંભાળ્યા પછી આ તેમની પહેલી ભારત મુલાકાત છે. તેઓ ભારત-EU મુક્ત વેપાર કરારના સંદર્ભમાં ભારતીય ઉદ્યોગ સંઘના વ્યાપાર કાર્યક્રમમાં મુખ્ય સંબોધન પણ કરશે.