ઓક્ટોબર 18, 2026 4:41 પી એમ(PM)

printer

મોરબીના રાજમાતા વિજયકુંવરબાનું મુંબઈ ખાતે દુઃખદ નિધન થતાં મોરબી પંથકમાં શોકની લાગણી પ્રવર્તી

મોરબીના રાજમાતા વિજયકુંવરબાનું મુંબઈ ખાતે દુઃખદ નિધન થતાં
મોરબી પંથકમાં શોકની લાગણી પ્રવર્તી છે.

તેમની અંતિમયાત્રા ન્યૂ પેલેસથી નીકળી વીસી ફાટક થઈ ધોળેશ્વર
રાજવી સ્મશાનગૃહ જશે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

દરમિયાન મોરબીના રાજમાતાનું અવસાન થતા પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત
કર્યો છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં શ્રધ્ધાંજલી પાઠવી છે.