સપ્ટેમ્બર 1, 2026 1:09 પી એમ(PM)

printer

અંડર-17 ગર્લ્સ વિભાગની રાષ્ટ્રીય  લૉન ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની મિતિક્ષા પરમારે રજત ચંદ્રક જીત્યો

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા નવી દિલ્હીના આર. કે. પુરમ સ્થિત
ડી.એલ.ટી.એ. (DLTA) સ્ટેડિયમ ખાતે આયોજિત 55માં રાષ્ટ્રીય રમતોત્સવમાં ગાંધીનગરની મિતિક્ષા પરમારે રજત ચંદ્રક જીત્યો છે. અંડર-17 ગર્લ્સ વિભાગની લૉન ટેનિસ સ્પર્ધામાં ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરતાં મિતિક્ષા પરમારે આ સિધ્ધિ હાંસલ કરી છે.