નૂતન વર્ષના અવસરે પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદર સ્થિત તેમના ઘરે એક સ્નેહમિલનનું આયોજન કર્યું હતું. આ અવસરે તેમણે ગુજરાત સહિત સમગ્ર દેશના નાગરિકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, આવનારું નવું વર્ષ દેશ, રાજ્ય અને તમામ નાગરિકો માટે કલ્યાણકારી નીવડે તેમજ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે.
તેમણે દેશના વિકાસ સંકલ્પનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આજે ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ આપણું ગુજરાત પણ આ વિકાસયાત્રામાં અગ્રેસર રહીને ‘વિકસિત ભારત 2047’નું નેતૃત્વ કરે અને દેશ તથા દુનિયાને નવી દિશા આપે.