ઓક્ટોબર 18, 2026 10:59 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે રાજકોટ પોરબંદરમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને લોકો સાથે સંવાદ સાધશે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયા આજે પોરબંદર અને રાજકોટની મુલાકાત લેશે. શ્રી માંડવીયા આજે સવારે 8 વાગ્યે રાણાવાવ ખાતે બરડા જંગલ સફારીની મુલાકાત લઈને હનુમાનગઢ અને બિલેશ્વર ગામના નાગરિકો સાથે મુલાકાત કરશે. બપોરે તેઓ ખીરસરા, વાડોત્રા અને કંડોરણા – રાણા ગામના ગ્રામજનોની મુલાકાત લેશે.

ત્યારબાદ સાંજે  4 વાગે શ્રી માંડવીયા રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવેલ ગોરસ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેશે. રાત્રે તેઓ જેતપુર અને ગોંડલના વિવિધ રાસ-ગરબા, ગરબી મંડળો અને રાસ મહોત્સવમાં હાજરી આપશે.