કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જૂનાગઢ જિલ્લાના માંગરોળના નગીચાણા ગામેથી અંદાજે 1.08 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિર- પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. જેમાં માંગરોળ તાલુકાના નગીચાણા અને આજક તથા કેશોદ તાલુકાના અજાબ નો સમાવેશ થાય છે.
મંત્રીશ્રી માંડવિયાએ ઘેડ પ્રદેશમાં નદીઓને પહોળી અને ઊંડા કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. વારંવાર આવતા પૂરને પહોંચી વળવા માટે નદીઓને પહોળી અને ઉંડી કરવાની કામગીરી ચાલી રહી છે. માંડવિયાએ આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં નાગરિકોને આ વિસ્તારમાં આવતી પૂરની સમસ્યાથી રાહત મળશે.