કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજથી પોરબંદર, ભાવનગર અને સુરત જિલ્લાની ચાર દિવસીય મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ વિવિધ સાર્વજનિક અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ આજે સાંજે પોરબંદરના ચોપાટી મેદાન ખાતે કૃષ્ણ સખા સુદામા સંસ્કૃતિક લોકમેળો-૨૦૨૬નું ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ ભાવનગરના જવાહર મેદાન ખાતે જન્માષ્ટમી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કરશે.