મહિલા T20 એશિયા કપ સ્પર્ધામાં આજે ભારતનો મુકાબલો થાઇલેન્ડ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે સાડા આઠ વાગ્યે શરૂ થશે. હરમનપ્રીત કૌર ભારતની કેપ્ટનશીપ કરશે, જ્યારે સ્મૃતિ મંધાના ઉપ-કેપ્ટન હશે.
ભારતે ટુર્નામેન્ટમાં પાંચમાંથી ત્રણ મેચ જીતી છે. થાઇલેન્ડે શુક્રવારે હોંગકોંગ અને ચીન પર વિજય સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી. ભારત થાઇલેન્ડ, હોંગકોંગ અને પાકિસ્તાન સાથે આઠ ટીમોની ટુર્નામેન્ટના ગ્રુપ Aમાં છે.