ઓગસ્ટ 28, 2026 3:11 પી એમ(PM)

printer

રાજ્યભરમાં વિવિધ મહાનુભાવોએ પણ આજે રક્ષાબંધનની ઉજવણી કરી.

રાજ્યભરમાં વિવિધ મહાનુભાવોએ પણ આજે રક્ષાબંધનની ઉજવણી કરી. ગાંધીનગરમાં લોકભવન ખાતે SOS સંસ્થાના કચ્છ-ભુજ કેન્દ્રની બાળાઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાખડી બાંધી તેમને પોતાના હાથેથી તૈયાર કરેલું ચિત્ર ભેટમાં આપ્યું. રાજ્યપાલશ્રીએ પણ બાળાઓ સાથે સંવાદ કરી તેમનાં શિક્ષણ, અભ્યાસ અને ભવિષ્યના ધ્યેય અંગે માહિતી મેળવી.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે સુરતમાં પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી સૌને આ પર્વની શુભેચ્છાઓ પાઠવી.

તો, અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસમથકની શી ટીમની મહિલા કર્મચારીઓએ રાજ્ય પોલીસ વડા – DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકને રાખડી બાધી તેમના દુર્ઘાયુની કામના કરી. રાજ્ય પોલીસ વડાએ પણ મહિલા પોલીસકર્મીઓની પહેલને વધાવી તેમની કામગીરીની બિરદાવી હતી.

મહેસાણામાં મેયર સોનલ ઓઝાએ સ્વચ્છતાના સાચા સિપાહીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી. આ પ્રસંગે તેમણે સ્વચ્છતા કર્મચારીઓને મિઠાઈ અને ભેટ આપી. તેમજ તેમની મહેનત, સેવાભાવ અને નિષ્ઠાને બિરદાવી હતી.