સપ્ટેમ્બર 1, 2026 10:28 એ એમ (AM)

printer

દેશમાં એક હજાર 71 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનુ વાવેતર

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, 28 ઓગસ્ટ સુધીમાં એક હજાર 71 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનુ વાવેતર કરાયું છે. 

414 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગર, 115 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કઠોળ, 177 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં અનાજ અને બરછટ અનાજ, 190 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં તેલીબિયાં, 108 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને 58 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં શેરડીનું વાવેતર કરાયું છે.