કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધામાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની તન્વી શર્મા દેશબંધુ રક્ષિતા રામરાજ સામે જ્યારે અશ્મિતા ચલિહા જાપાનની હિના અકેચી સામે ટકરાશે. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તન્વીએ સાથી ખેલાડી શ્રીયાંશી વાલિશેટ્ટીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તો અશ્મિતાએ દક્ષિણ કોરિયાની કિમ મિન જી ને હરાવી અંતિમ આઠમાં પ્રવેશ કર્યો હતો.
બીજી ત્તરફ પુરુષ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં, પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોય અને કૃષ્ણ પ્રસાદ ગરાગાની ભારતીય જોડી સેમિફાઇનલમાં સ્થાન મેળવવા મલેશિયાની મેન વેઈ ચોંગ અને સોહ વૂઈ યિક સામે ટકરાશે.
Site Admin | ઓગસ્ટ 7, 2026 11:45 એ એમ (AM)
કોરિયા માસ્ટર્સ બેડમિન્ટનમાં તન્વી શર્મા, અશ્મિતા ચલિહા અને રક્ષિતા રામરાજ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા