દક્ષિણ કોરિયાના આસનમાં ચાલી રહેલી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમિફાઇનલમાં ઇશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રીયાંશી વાલિશેટ્ટીએ પ્રવેશ કર્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં ઇશરાની બરુઆએ દક્ષિણ કોરિયાની લી સો હીને 18-21, 21-15, 7-21થી હરાવી, જ્યારે તન્વીએ ચીનની એન ક્વિ યુઆનને 21-16, 21-15થી હરાવી. શ્રીયાંશીએ તાઈપેઈની યુ પો પાઈને 21-15, 21-14થી હરાવી. અન્ય એક મેચમાં, મહિલા બેડમિન્ટન ખેલાડીઓ માલવિકા બંસોડ અને આકર્ષી કશ્યપ એકબીજાનો સામનો કરશે.
આ દરમિયાન, પુરુષોની સિંગલ્સમાં, ટોચના ખેલાડીઓ કિદામ્બી શ્રીકાંત, કિરણ જ્યોર્જ, રૌનક ચૌહાણ, સનિથ દયાનંદ અને થારૂન મનેપલ્લી આજે રમશે.
પુરુષ ડબલ્સમાં, કૃષ્ણ પ્રસાદ ગરાગા અને પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોયની બિનક્રમાંકિત ભારતીય જોડીએ છઠ્ઠા ક્રમાંકિત થાઇલેન્ડના ખેલાડીઓને 21-16, 21-18 થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો.
Site Admin | ઓગસ્ટ 5, 2026 2:10 પી એમ(PM)
ભારતની ઇશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રીયાંશી વાલિશેટ્ટીનો દક્ષિણ કોરિયામાં રમાતી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ.