છ રાજ્યોના મુખ્યમંત્રીઓએ યમુના નદીના કાયાકલ્પ માટે કિશાઉ બહુહેતુક બંધ પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી છે.
આ પ્રસંગે બોલતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કેન્દ્ર સરકારે કિશાઉ પ્રોજેક્ટને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કર્યો છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર તેના નાણાકીય બોજનો લગભગ 90 ટકા હિસ્સો ઉઠાવશે, જ્યારે બાકીનો 10 ટકા હિસ્સો ભાગ લેનારા રાજ્યો દ્વારા ઉઠાવવામાં આવશે.