સપ્ટેમ્બર 2, 2026 2:18 પી એમ(PM)

printer

બેડમિન્ટનમાં ચાઇના ઓપન ટૂર્નામેન્ટમાં ભારતના કિદાંબી શ્રીકાંતે આજે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો

બેડમિન્ટનના ચાઇના ઓપન ટૂર્નામેન્ટમાં  ભારતના કિદાંબી શ્રીકાંતે આજે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.શ્રીકાંતે શેનઝેનમાં પુરુષ સિંગલ્સની પ્રથમ મેચમાં ચાઇનીઝ તાઈપેઈના ચી યુ જેનને હરાવ્યો હતો.અન્ય પુરૂષ સિંગલ્સ મુકાબલામાં,લક્ષ્ય સેન ,કેનેડાના વિક્ટર લાઈથી હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

જો કે આ વર્ષે ,માર્ચમાં ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં લક્ષ્યની કેનેડિયન સામે આ ત્રીજી હાર હતી. ભારતની મિશ્ર ડબલ્સ જોડી ધ્રુવ કપિલા અને તનિષા ક્રેસ્ટોએ પણ થાઇલેન્ડની ટોન્નાકોર્ન સૈહેંગ અને ટોનિચા સૈહેંગને 21-8, 21 -9 થી હરાવી આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.