ઓગસ્ટ 22, 2026 11:00 એ એમ (AM)

printer

અંડર-20 વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતની કાજલ ઢોચકે મહિલાઓની 76 કિલો વજનવર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

સ્લોવાકિયામાં ચાલી રહેલી અંડર-20 વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતની કાજલ ઢોચકે મહિલાઓની 76 કિલો વજનવર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે . 18 વર્ષીય કાજલે ફાઇનલમાં ચીનની જિંગરુ સુનને 7-0થી હરાવીને વૈશ્વિક ખિતાબ જીત્યો.

કાજલે અગાઉ 2024માં અંડર-17 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 2025માં અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. ભારતની તનુ શર્મા અને સવિતાએ પણ આ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યા છે.