ભારત મહિલા જુનિયર એશિયા કપ હોકીની ફાઇનલમાં પહોંચ્યુ છે. ચીનના મોકીમાં રમાયેલી પહેલી સેમિફાઇનલમાં ભારતે દક્ષિણ કોરિયાને 5-1થી હરાવ્યું. ભારત માટે સુપ્રિયાએ હેટ્રિક ફટકારી, જ્યારે મધુ અને સુખવીર કૌરે એક-એક ગોલ કર્યો.
યજમાન ચીન બીજા સેમિફાઇનલમાં જાપાનનો સામનો કરશે. અગાઉ, પુરુષ જુનિયર એશિયા કપ હોકીમાં, ભારતે ગઈકાલે પ્રથમ સેમિફાઇનલમાં મલેશિયાને 3 -1થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. કેપ્ટન અનમોલ એક્કાએ બે ગોલ કર્યા હતા, જ્યારે સુખવિંદરે એક ગોલ કર્યો હતો. આવતીકાલે ફાઇનલમાં ભારત દક્ષિણ કોરિયાનો સામનો કરશે. દક્ષિણ કોરિયાએ ગઈકાલે સાંજે પાકિસ્તાનને 4-1થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.