જૂનિયર ઍશિયા કપ હૉકીની પહેલી સેમિફાઈનલમાં મલેશિયાને ત્રણ-એકથી હરાવી ભારતીય જૂનિયર પુરુષ ટીમ ફાઈનલમાં પહોંચી. ચીનના મૉકી ખાતે ચાલી રહેલી આ સ્પર્ધામાં સ્કિપર અનમોલ એક્કાએ બે અને સુખવિંદરે એક ગોલ કર્યો. પાંચ વખતના વિજેતા ભારતે પુલ એ-ના તેમના અંતિમ મેચમાં ચાઈનીઝ તાઈપેઈને 15-શૂન્યથી હરાવી અંતિમ ચારમાં પ્રવેશ કર્યો. તો, ભારતીય જૂનિયર મહિલા ટીમ આવતીકાલે સેમિફાઈનલમાં દક્ષિણ કૉરિયા સામે રમશે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2026 7:46 પી એમ(PM)
જૂનિયર ઍશિયા કપ હૉકીની સેમિફાઈનલમાં મલેશિયાને હરાવી ભારતીય પુરુષ ટીમ ફાઈનલમાં.