ઓક્ટોબર 20, 2026 10:21 એ એમ (AM)

printer

અલ-નીનોની સંભવિત અસર સામે શિયાળુ પાકમાં પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ખેડૂતોને ભલામણ

અલ-નીનોની સંભવિત અસર સામે શિયાળુ પાકમાં પાણીના કરકસરયુક્ત ઉપયોગ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને ભલામણ કરવામાં આવી છે. પાણીની અછતના કારણે પાકની વૃદ્ધિ, વિકાસ અને દાણાની ગુણવત્તા પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. તેથી ખેડૂતોએ સ્થાનિક હવામાન, જમીનનો પ્રકાર અને સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને યોગ્ય પાક તથા જાતની પસંદગી કરવા જણાવ્યું છે.

સમયસર વાવણી અને પાકની પાણીની જરૂરિયાત મુજબ પિયતનું આયોજન કરવા માટે ભલામણ કરવામાં આવી છે. પાણીની બચત માટે ટપક સિંચાઈ, ફુવારા અને રેઇન પાઇપ જેવી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓ અપનાવવા જણાવ્યું છે.

ખેડૂતોએ હવામાનની આગાહી, જમીનમાં ભેજની સ્થિતિ અને પાકની વૃદ્ધિની અવસ્થાને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક સલાહ મુજબ પિયત અને પાક વ્યવસ્થાપન અંગેના નિર્ણયો લેવા જોઈએ. આમ કરવાથી પાણીનો બગાડ ઘટાડી શકાય છે અને ઉપલબ્ધ જળસંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે.