જાપાનની ક્રેડિટ રેટિંગ એજન્સી JCRએ ભારતનું રેટિંગ ‘A-‘ કર્યું છે.
JCRએ ભારતના લાંબા ગાળાના વિદેશી ચલણ અને સ્થાનિક ચલણ જારીકર્તા રેટિંગને ‘BBB+’ થી એક સ્તર ઉપર ‘A-‘ કર્યું છે.
નાણાં મંત્રાલયે જણાવ્યું કે, રેટિંગમાં આ સુધારો ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ, વિકાસને મજબૂત બનાવતી અસરકારક આર્થિક નીતિઓ અને નાણાકીય વ્યવસ્થામાં આવેલા સુધારાને દર્શાવે છે.
JCRએ પોતાના એક નિવેદનમા નોંધ્યુ હતું કે, ભારતમાં ખાનગી વપરાશ અને સરકારી રોકાણના મજબૂત આધારને કારણે આર્થિક વૃદ્ધિનો ઊંચો દર જળવાઈ રહ્યો છે. JCRએ સરકારી ખર્ચની ગુણવત્તામાં આવેલા સુધારાને પણ મહત્વ આપ્યું છે. ખાસ કરીને મૂડી ખર્ચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોકાણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.