સપ્ટેમ્બર 3, 2026 8:40 એ એમ (AM)

printer

દ્વારકા સહિતના રાજ્યના પ્રસિધ્ધ યાત્રાધામોમાં જન્માષ્ટમીની તૈયારીઓ… લોકમેળાઓમાં માનવ મહેરામણ ઉમટ્યુ

રાજયભરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના મહાપર્વને લઈને વિશેષ તૈયારીઓ સાથે વહીવટી તંત્ર સજ્જ છે. દ્વારકાધીશ જગત મંદિર અને બેટ દ્વારકા ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 2 હજાર  જેટલા પોલીસકર્મીઓ સાથે અત્યાધુનિક ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તાર પર બાજ નજર રાખવામાં આવશે.

આ વખતે પણ કીર્તિ સ્તંભથી બેરિકેટિંગનું અને લોકોની મુવમેન્ટ અવરજવર ત્યાંથી રિસ્ટ્રિક્ટ કરેલી છે અને ત્યાંથી એક લાઇન દ્વારા 56 સીડીથી એન્ટ્રી કરી અને મોક્ષ દ્વારથી બધા બહાર આવશે, એટલે લોકોનો પ્રવાહ અવિરત રીતે ચાલ્યા કરે. આપણી પરંપરાગત પદ્ધતિ મુજબ 12 વાગે કૃષ્ણ જન્મ થશે, એ વખતે ઉત્સવ આરતી થશે અને ત્યાર પછી પણ કલાક સુધી દર્શનનો લાભ બધાને મળી શકશે અને બીજા દિવસે બધા નંદ મહોત્સવ માણીને છૂટા પડશે.


રાજકોટમાં વિરાસતથી વિકાસ લોકમેળાનો પ્રારંભ થયો છે. મેળામાં સુરક્ષાને ધ્યાને લઈને પોલીસ બંદોબસ્ત, ભીડ વ્યવસ્થા અને રિયલ ટાઈમ એ.આઈ. બેઝ્ડ ક્રાઉડ મેનેજમેન્ટ માટે ડ્રોન સહિતની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરમાં એકાદશી સુધી ચાલનાર આ મેળામાં દરરોજ રાત્રે રાસ-ગરબા અને લોકડાયરા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો  યોજાશે.

ભાવનગરમાં તુલસીશ્યામમાં જન્માષ્ટમી પર્વે ભગવાન શ્યામને પ્રથમ વખત ખુલ્લા પરદે સ્નાન કરાવશે. સાતમ આઠમે ભક્તોનો ભારે ધસારોને પગલે વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે.