ભગવાન કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની આજે દેશભરમાં ભક્તિ અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે.
મથુરામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. સવારથી જ દેશભરમાંથી ભક્તો કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં દર્શન કરવા માટે આવી રહ્યા છે. સવારે મંદિર પરિસરમાં યોજાયેલી મંગળા આરતીમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો. મંગલા આરતી પછી, મંદિર પરિસર ઉત્સવમય બની ગયું અને સમગ્ર કૃષ્ણ જન્મભૂમિ સંકુલ “કન્હૈયા લાલ” ના નારાઓથી ગુંજી ઉઠ્યું. વહીવટીતંત્રે સુરક્ષા અને સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં
આવી રહી છે. દ્વારકાના જગત મંદિર, ડાકોર અને શામળાજી મંદિરો સહિત મુખ્ય કૃષ્ણ મંદિરોમાં ભવ્ય ઉજવણી અને વિશેષ ધાર્મિક વિધિઓ ચાલી રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમી નિમિત્તે સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે