જામનગરમાં પ્રથમ વખત શહેરી વિસ્તારમાં પક્ષીઓની સંખ્યા, વિવિધતા અને ઋતુ પ્રમાણે તેમની હાજરીનો વૈજ્ઞાનિક ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત બર્ડ કનઝર્વેશન સોસાયટી ગુજરાત તથા જામનગરની વિવિધ પ્રકૃતિપ્રેમી, જીવદયાપ્રેમી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી “જામનગર બર્ડ એટલાસ” કાર્યક્રમ યોજાયો હતો.
બર્ડ એટલાસના પ્રથમ તબક્કામાં કુલ 62 પક્ષીપ્રેમીઓ, વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરો, પક્ષીવિદો, વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા આમંત્રિતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વહેલી સવારથી જ અલગ અલગ ટીમો દ્વારા જામનગર શહેરના વિવિધ નિર્ધારિત વિસ્તારોમાં ફરીને પક્ષીઓનું નિરીક્ષણ અને નોંધણી કરવામાં આવી હતી.