ભારતે અવકાશ ક્ષેત્રમાં વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરોએ આજે સવારે શ્રીહરિકોટાથી અદ્યતન રૉકેટ પ્રક્ષેપણ વાહન – GSLV એફ-17 રૉકેટ માટે પૃથ્વી અવલોકન ઉપગ્રહ – E.O.S. – 05નું સફળ પ્રક્ષેપણ કર્યું. ઇસરોના જણાવ્યા મુજબ, E.O.S. – 05થી વાસ્તવિક સમયમાં તસવીર મળશે. તેનાથી ખેતી અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રમાં મદદ મળશે. ઇસરોના અધ્યક્ષ વિ. નારાયણને કહ્યું, આ મિશન ભારતની પૃથ્વી અવલોકન ક્ષમતાઓને વધુ મજબૂત કરશે.
ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ આ સિદ્ધિ બદલ ઇસરોના વૈજ્ઞાનિકો અને ઇજનેરોને અભિનંદન પાઠવ્યા.