ISROએ આજે વહેલી સવારે શ્રી હરિકોટાથી પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. ઈસરોના ચેરમેન વી. નારાયણને જણાવ્યું હતું કે આ મિશન ભારતની પૃથ્વી નિરીક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. કૃષિ અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના ક્ષેત્રોમાં રાષ્ટ્રને મદદ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GSLV-F17 ના સફળ પ્રક્ષેપણ બદલ ISRO ને અભિનંદન પાઠવ્યા. શ્રી મોદીએ કહ્યું કે આ સફળતા ભારતના અવકાશ ક્ષેત્રની શ્રેષ્ઠતા, નવીનતા અને વધતી જતી ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે ISRO અને ભારતીય ઉદ્યોગ વચ્ચે વધતી ભાગીદારી દેશના અવકાશ કાર્યક્રમને નવી શક્તિ અને વિસ્તરણ આપી રહી છે. પ્રધાનમંત્રીએ આને ISRO માટે એક નોંધપાત્ર સિદ્ધિ અને દેશ માટે ગર્વની ક્ષણ ગણાવી.
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સફળ પ્રક્ષેપણની પ્રશંસા કરતાં કહ્યું કે EOS-05 એ ભારતનો પહેલો અત્યાધુનિક પૃથ્વી નિરીક્ષણ અને ઇમેજિંગ ઉપગ્રહ છે અને ભારતની અવકાશ ક્ષમતાઓ સતત નવી ઊંચાઈઓ સર કરી રહી છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે GSLV-F17 ના સફળ પ્રક્ષેપણની પ્રશંસા કરી છે. કહ્યું ISRO અને ભારતીય ઉદ્યોગ વચ્ચે વધતી ભાગીદારી મોટા પાયે નવીનતાને પ્રોત્સાહન આપી રહી છે, સ્વદેશી ક્ષમતાઓને મજબૂત બનાવી રહી છે.