હોર્મુઝ સામુદ્રધુની અંગે ચર્ચા કરવા માટે ઈરાન અને ખાડી દેશો વચ્ચે આજે યોજાનારી બેઠક મુલતવી રાખવામાં આવી છે.
ઓમાનના વિદેશમંત્રી બદર બિન હમાદ અલ બુસૈદીએ ગઈકાલે મોડી સાંજે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, સલાલાહમાં આજે યોજાનારી પ્રાદેશિક બેઠક મુલતવી રાખવામાં આવી છે,
ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે, કેટલાક પ્રાદેશિક દેશોની અપીલ પર બેઠક મુલતવી રાખવામાં આવી હતી અને આ નિર્ણય ઈરાન અને ઓમાન દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો હતો.