સપ્ટેમ્બર 20, 2026 10:53 એ એમ (AM)

printer

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સેમિકન્ડક્ટર ઉદ્યોગે સાયબર હુમલાઓ સહિત અન્ય અવરોધો માટે તૈયાર રહેવું જોઈએ

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સેમિકન્ડક્ટર ઉદ્યોગે એવા દેશો તરફથી સાયબર હુમલાઓ સહિત અન્ય અવરોધો માટે તૈયાર રહેવું જોઈએ જે ભારતને આ ક્ષેત્રમાં પ્રગતિ કરવા દેવા માંગતા નથી.

એક મીડિયા સંગઠન સાથે વાત કરતા તેમણે કહ્યું કે ભારત હવે એક સક્ષમ ચિપ ડિઝાઇન અને ઉત્પાદન દેશ તરીકે ઉભરી રહ્યું હોવાથી સંભવિત ભૂરાજકીય જોખમો અંગે સતર્ક રહેવું જોઈએ.

શ્રી વૈષ્ણવે કહ્યું કે સેમિકન્ડક્ટર ઉદ્યોગને દરેક સ્તરે વ્યાપક પ્રયાસોની જરૂર છે. તેમણે કહ્યું કે ઉદ્યોગ, કેન્દ્ર સરકાર અને રાજ્યોએ સાથે મળીને કામ કરવું પડશે.