ઓક્ટોબર 26, 2026 9:21 એ એમ (AM)

printer

હવે રેલવે કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવનાર મુસાફરને પણ વીમા કવચ મળશે

ભારતીય રેલવે દ્વારા વૈકલ્પિક મુસાફરી વીમા યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. હવે રેલવે કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવનારને પણ વીમો મળશે.
          27
ઓક્ટોબરથી સમગ્ર ભારતીય રેલવે નેટવર્કમાં પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર પરથી આરક્ષિત ટિકિટ બુક કરાવનારા મુસાફરોને પણ આ યોજનાનો લાભ મળશે.

અત્યાર સુધી આ સુવિધા માત્ર IRCTCની વેબસાઇટ અથવા એપ દ્વારા ઈ-ટિકિટ બુક કરાવનારા મુસાફરો માટે હતી. જો કે હવે આ વીમો સંપૂર્ણપણે વૈકલ્પિક રહેશે અને તેનો લાભ લેવા માટે મુસાફરોએ આરક્ષણ માંગણી ફોર્મમાં વીમાનો વિકલ્પ પસંદ કરવો પડશે. તેમજ મોબાઇલ નંબર આપવો અને ટિકિટના ભાડા સાથે વીમાના પ્રીમિયમની ચુકવણી ડિજિટલ માધ્યમથી કરવી ફરજિયાત રહેશે.

લાગુ પડતા તમામ કર સહિત વીમા પ્રીમિયમ પ્રતિ મુસાફર માત્ર 45 પૈસા સાથે 10 લાખનું વીમા કવર મળશે, દુર્ઘટનામાં આંશિક દિવ્યાંગતાના કિસ્સામાં 7.50 લાખ મળશે.