પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંકિંગ સિસ્ટમને સાયબર આતંકવાદથી બચાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ગઈકાલે સાંજે ઓડિશાના ભુવનેશ્વરમાં ભારતીય રિઝર્વ બેંકના ડેટા સેન્ટર અને સાયબર સિક્યુરિટી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી મોદીએ આ મુજબ જણાવ્યુ.
આશરે 170 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું,આ ડેટા સેન્ટર મહત્વપૂર્ણ નાણાકીય ડેટાની સુરક્ષાને મજબૂત બનાવશે અને ભારતના ડિજિટલ નાણાકીય માળખાની સ્થિતિસ્થાપકતા વધારશે.