વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, આતંકવાદનો ઉપયોગ સરકારી નીતિના સાધન તરીકે અસ્વીકાર્ય છે, અને તેને ક્યારેય વાજબી કે તર્કસંગત ગણાવી શકાય નહીં. તેમણે કહ્યું કે, કેટલાક દેશોએ આંતકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા ન દર્શાવતા આતંકવાદ હજી અસ્તિત્વમાં છે. ડૉ. જયશંકરે ચિન્મય મિશનની 75મી વર્ષગાંઠ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું કે વિશ્વમાં ચાલી રહેલા સંઘર્ષો ગમે ત્યાં હોય દરેક જગ્યાએ શાંતિને જોખમમાં મૂકે છે.
ડૉ. જયશંકરે ગ્લોબલ સાઉથ આજે ‘4F’ – નાણા, બળતણ, ખાદ્ય અને ખાતર કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે વિશ્વએ તેના ઉકેલો શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.