ભારતીય રેલવેએ ગુજરાતના ભાવનગર પરાયાર્ડ પુનઃનિર્માણ પરિયોજના માટે 125 કરોડ રૂપિયા મંજૂર કર્યા. રેલવે મંત્રાલયે જણાવ્યું, આ પરિયોજનાથી ભાવનગર પરામાં વધારાની સંચાલન ક્ષમતાનું સર્જન થશે. તેનાથી મુસાફરોની સુવિધાઓમાં સુધારો થશે અને રેલવે માળખાકીય સુવિધા મજબૂત થશે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું, આ પરિયોજનામાં બે રોડ અંડરબ્રિજ – R.U.B. પણ સામેલ છે. પરિયોજનાથી ભાવનગર ટર્મિનસ પર ભીડ ઓછી થશે તથા ટ્રેનના યોગ્ય અને સમયસર સંચાલનમાં મદદ મળશે.