સપ્ટેમ્બર 28, 2026 11:30 એ એમ (AM)

printer

ભારતે પહેલી એક-દિવસીય ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને આઠ વિકેટથી હરાવી શ્રેણીમાં 1-0 ની સરસાઈ  મેળવી

ભારતે તિરુવનંતપુરમમાં રમાયેલી પહેલી એક-દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને આઠ વિકેટથી હરાવી શ્રેણીમાં 1-0 ની સરસાઈ  મેળવી છે.

296 રનના લક્ષ્યાંકના જવાબમાં, ભારતે 41 ઓવર અને ચાર બોલમાં બે
વિકેટ ગુમાવીને 300 રન બનાવીને વિજય મેળવ્યો. વિરાટ કોહલીએ અણનમ 139 રન બનાવીને ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

વન-ડે ક્રિકેટમાં આ તેમની 55મી સદી છે. આ સાથે, તેઓ  સચિન તેંડુલકર પછી વન-ડે ક્રિકેટમાં 15 હજાર રન પૂર્ણ કરનાર બીજા બેટ્સમેન બન્યા  છે.

કેપ્ટન ગિલે પણ 110 રન બનાવી જીતમાં  મુખ્ય ભૂમિકા ભજવી હતી. અગાઉ વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં સાત વિકેટે 295  રન બનાવ્યા હતા.

ભારત તરફથી કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી હતી કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.