આજથી શરૂ થનારી ત્રણ દિવસીય રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ મુલતવી
રાખવામાં આવી છે.ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી છે.
ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) સાથે થયેલા કરાર બાદ
આ નિર્ણય લેવામાં આવ્યો છે. AIBEA એ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે હડતાળને મુલતવી રાખવાનો નિર્ણય ગઈકાલે રાત્રે IBA અને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનો વચ્ચે હડતાળ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મળેલી બેઠક બાદ લેવામાં આવ્યો છે.
ગ્રાહકોની સુવિધા માટે ગઈકાલે રવિવારે પણ બૅન્કો
કાર્યરત રહી હતી.