સપ્ટેમ્બર 28, 2026 10:44 એ એમ (AM)

printer

આજથી શરૂ થનારી ત્રણ દિવસીય રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ મુલતવી

આજથી શરૂ થનારી ત્રણ દિવસીય રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ મુલતવી રાખવામાં આવી છે.

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી છે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) સાથે થયેલા કરાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

AIBEAએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, હડતાળને મુલતવી રાખવાનો નિર્ણય ગઈકાલે રાત્રે IBA અને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનો વચ્ચે હડતાળ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મળેલી બેઠક બાદ લેવામાં આવ્યો છે. ગ્રાહકોની સુવિધા માટે ગઇકાલે રવિવારના રોજ પણ તમામ બેંકો કાર્યરત રહી હતી.