સર્વોચ્ચ અદાલત આજે કેન્દ્ર સરકારના 2,000 રૂપિયાથી વધુના UPI વેપારી વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરશે.
લગભગ છ વર્ષથી અસ્તિત્વમાં રહેલી સંપૂર્ણપણે નિ:શુલ્ક UPI ચુકવણી
સુવિધાનો અંત લાવતા, સરકારે 15 ઓક્ટોબરથી UPI પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવતા 2,000 રૂપિયાથી વધુના વેપારી ટ્રાન્સફર પર શૂન્ય પોઈન્ટ ચાર ટકા ફી લાદી છે.
તે જ સમયે, સરકારે સામાન્ય વ્યક્તિ-થી-વ્યક્તિ વ્યવહારો અને નાના
ચુકવણીઓને કોઈપણ શુલ્ક મુક્ત રાખ્યા છે. 75,000 રૂપિયા અને તેથી વધુની ચુકવણી માટે મહત્તમ MDR મર્યાદા 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
જાહેર હિતની અરજી માં કેન્દ્રના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે આ વસૂલાત પર્યાપ્ત કાયદાકીય સલામતી, પારદર્શિતા અથવા જાહેર પરામર્શ વિના લાગુ કરવામાં આવી છે.
ભારતના મુખ્યન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વી મોહનાની બેન્ચ આ અરજી પર સુનાવણી કરશે.